dcsimg

17 imagemaker SR 13012021

Image of Psittacula Cuvier 1800

Description:

Calliandra tree's flowre eating parrot Ahmadabad imagemaker : Shailesh Raval કેલિયેન્ડરા ના લાલ ફૂલો, પંખીઓ નું આકર્ષણ છે. ઈમેજમેકર : શૈલેશ રાવલ આ વૃક્ષનું નામ થોડું અટપટું છે, કેલિયેન્ડરા ટ્રી, (બબૂલ પ્રજાતિ), તેના ફૂલ પંખી માટે મનમોહક અને પૌષ્ટિક છે. ઘાટો લાલ ચટાકેદાર રંગ, નાનો સુંવાળો પુષ્પ ગુચ્છ લીલા પાંદડા વચ્ચે એવો ઉભરે કે અનિચ્છાએ પણ નજર ત્યાં ચોંટે, સ્વાદ પણ મીઠો જ હશે, તે નાના કીટક, જીવાતો સાથે કીડી મંકોડા, મધમાખી, પતંગિયા, સક્કરખોરો, પોપટ વગેરેનું એ પ્રિય મુકામ, મુળતઃ મધ્ય અમેરિકા,આફ્રિકા અને ત્યાંથી પગપેસારો કરી હવે એશિયા ખંડ માં પણ વર્ચસ્વ ધરાવતું આ વૃક્ષ ભારતમાં ખાસ કરીને દક્ષિણ અને હવે મોટા શહેરોના ઉપવન, રાજમાર્ગ, અંગત ફાર્મ હાઉસ કે ટેનામેન્ટ કમ્પાઉન્ડમાં અડિંગો જમાવી ચૂક્યું છે. અમદાવાદ શ્રેયસ વિસ્તારમાં પક્ષીવિદ રાઘવજી બલર ને આંગણે ઉછરેલા વૃક્ષ પર આવતા અનેક પંખીઓ કેલિયેન્ડરા ફ્લાવર્સનો રસાસ્વાદ શિયાળાની ગુલાબી સવારે માણતા હોય, તે નજારો ના માત્ર મનાકર્ષક સાથે રંગાકર્ષક પણ હોય છે. લાલચટાક ફૂલો ઝાપટતાં આ પંખીઓ ને ધરવ થાય, છતાં ફૂલ ના ખૂટે અને નજારો માણવા ની તલપ પણ ના ખૂટે. પોપટ એક પગથી ડાળખી પકડી, ચાંચથી ફૂલ તોડે, ને પલક વારે ફૂલ સ્વાહા કરી લે, તે ક્ષણો વચ્ચે થી કંડારાયેલી આ લાલ-લીલા રંગો વચ્ચેની ક્લિક પછી એક વિચાર ક્લિક ઝબકી કે રિવરફ્રન્ટ બગીચા, સાથે અન્યશહેર બગીચા, ગ્રામ્ય તળાવો ના કિનારા જેવી અનેક જગ્યાઓ પર આ વૃક્ષને પ્રાધાન્ય કેમ આપી ના શકાય.! story by Shailesh Raval

Source Information

license
cc-by-sa-3.0
copyright
Shaileshraval1963 (page does not exist)
original
original media file
visit source
partner site
Wikimedia Commons
ID
8d8ef69585b5163edfc084cc1e9fb5cd